#ઝડપી લીધી એણે રંગે હાથ મને,
હું એનાજ વિચારોમાં વ્યસ્ત હતી.
કળી ગયો એ મારા મનને પળવારમાં,
એની નજર અને સૂઝ જબરદસ્ત હતી.
ભીંજાઈ ગયા બંને હ્રદય પરસ્પર પ્રેમમાં,
એકતો વરસાદ, ને જવાની મદમસ્ત હતી.
સહેજ પણ અછુતી હું રહી ના શકી,
એની લાગણીની લે'રખી સમસ્ત હતી.
"લિહાજ"