ધરાની સપાટ પણ હજી ખારી છે,
એ વાદળ વરસ તું મારા શહેરમાં…
સૂરજને છુપાવ્યો, રાહ બસ તારી છે,
એ વાદળ વરસ તું મારા શહેરમાં…
નજર કર અહીં, પાણીની મહામારી છે,
એ વાદળ વરસ તું મારા શહેરમાં…
મેહુલિયાની ને તપ્ત ધરાની યારી છે,
એ વાદળ વરસ તું મારા શહેરમાં…
મેઘની રાહ જોઈને ગોપીઓ હારી છે,
એ વાદળ વરસ તું મારા શહેરમાં…
ધરતી પણ આકાશ ઉપર વારી છે,
એ વાદળ વરસ તું મારા શહેરમાં…
જો વીજળીએ ચમકારાની આંખ મારી છે,
એ વાદળ વરસ તું મારા શહેરમાં…
રાતની ઉપર દિવસ આજે ભારી છે,
એ વાદળ વરસ તું મારા શહેરમાં…
મોરલાઓનો થનગનાટ પણ આજે જારી છે,
એ વાદળ વરસ તું મારા શહેરમાં…
વહેતી નદીનો વળાંક જાણે નારી છે,
એ વાદળ વરસ તું મારા શહેરમાં…
જીજ્ઞા નરોત્તમો (લંડન)
તમન્ના (JN)