ધરમના કાંટાથી માણસાઈ તોળીને કોની કરો છો રોજ ખોજું ?
અલ્લાહે શ્રાવણનો સોમવાર કીધો ને ઈશ્વર પણ રાખે છે રોજું ...
મધમાખી ફૂલોને મધ નથી આપતી ,
ડંખે છે તોય નથી બોલ્યા ;
પાંખડીના હૈયામાં પાખંડ નથી
મધ આપીને ડાળીઓમાં ડોલ્યાં
વ્હેતી હવાની જાત - નાત માં ન માની એટલે આવે છે એને મૌજુ ...
આલ્લાહે શ્રવણનો સોમવાર ...
એકલામાં મેળો કરવાનું શીખ્યાં
તો એકલાનું કેમ થયું ટોળું ?
તડકાએ કીધું કે આજે આ એરિયામાં
સૂરજના નામનું બોળું ?
માથું ઓળાવતાં કાંસકાને પૂછજો કે પડી વિચારોમાં જૂ ..?
આલ્લાહે શ્રવણનો સોમવાર કીધોને ઈશ્વર પણ રાખે છે રોજુ ...
અંકિત ત્રિવેદી