જિંદગીની આ રફતારમાં,
ભરવાના છે નિશ્ચિત પગલા,
પહોંચવાનું છે નિશ્ચિત સ્થાન પર,
ઝડપી ચાલે ચાલીએ કે ધીમી ચાલે,
કાપવાનો તો છે નિશ્ચિત માર્ગ,
ઝડપી ચાલે ચાલવાથી,
ડગલા ખૂટી જશે અધૂરે માર્ગે,
દુઃખી થઈને ઝુરતો રહીશ,
પહોંચવાને નિશ્ચિત સ્થાન,
ધીમી ચાલે ચાલવાથી
સુખરૂપ પહોંચી જઈશ તું,
નિશ્ચિત માર્ગે થઇને નિશ્ચિત સ્થાને,
ઠેઠ સુધી મૂકતો જઈશ તું પગલાંના નિશાન.
#ઝડપી