આભના મૃગલા તેને છળ્યા કરે.
ચાતક વર્ષાની રાહ દેખ્યા કરે.
એકલતા અંતર ને કોસ્યા કરે.
વહેવા દે લાગણી તો ક્યારેક જ વહ્યા કરે.
કો'ક ને શું ઠેકાણું પુછ્યા કરે?
નીજમા શોધ રોજ ખજાનો મળ્યા કરે.
સાથ માટે શું તલસ્યા કરે?
જ્ઞાન તો અકળ ની સાથે જ વસ્યા કરે.
પ્રકૃતિ ને પુછ કેમ હસ્યા કરે?
નથી એવું કોઈના જવાથી અટક્યા કરે.
વહેમ જેના મનમાં પચ્યા કરે.
ધરના ખુણા તો નાહક લવ્યા કરે.
અંધાપો પ્રેમનો ગામ ને ડસ્યા કરે.
તારું મન તો સાયરા જપ્યા કરે.
sayra...🍁