મોરલાઓનો મધુર લયબદ્ધ ટ્હુકાર
મેઘ વાદોને બોલાવી લાવે
તારા કમળ જેવા હોઠો પર છવાયેલુ
મૌન મને નહી ફાવે
માત્ર મેઘના અમ્રુત નુ પાન કરતા ચાતક ને
ગ્રિષ્મે વર્ષારૂતુ ની યાદ આવે
તારા પ્રત્યે ની કુણી સમ્વેદના ને
ભુલવાનુ મને નહી ફાવે
શરદપુનમે થયેલુ ચંદ્રગ્રહણ સમુદ્રમા
ત્સુનામીના વિકરાળ મોજા ખેંચી લાવે
અચાનક અંકુરેલી લાગનીઓના સમ્બંધ મા
તારાથી જુદા પડવાનુ મને નહી ફાવે
- Ankur