સોહામણી આંખો ( દિવાસ્વપ્ન)
સુંદર અને ખુશનુમા સવાર હતી સવારની શીતળતા માં હું કોફી નો કપ લઈને મારી દરીયા કીનારે પડતી બાલ્કનીમાં બેઠી હતી સવાર સવારમાં લોકો ની ઘણી અવરજવર હતી ,કયાંક રમતા બાળકો, તો કોઈ પ્રેમી યુગલ હાથ માં હાથ નાખીને ફરી રહ્યા હતા,કયાંક વૃધ્ધો નો વાર્તાલાપ ચાલતો હતો, તો ઘણા છુટાં છવાયા લોકો વોક કરી રહ્યા હતા કે અચાનક મારી નજર એક વ્યકિત ઉપર પડી તેની સામે જોયું તો એવું લાગ્યુ કે જાણે હું એને વર્ષો થી જાણતી હતી.
હું એને એકીટશે જોઈ રહીં હતી કે એકાએક એની નજર પણ મારા પર પડી એની એ સોહામણી આંખો જાણે મને કેટલા પ્રશ્ન પૂછતી હતી.હું એ આંખો માં એવી ડૂબી કે સાન-
ભાન ભૂલી ગઈ એવું લાગ્યુ કે જાણે હું એને વર્ષો પછી જોઈ રહીં છું અને મારા હાથમાં થી કોફી નો કપ સરકીને નીચે બાલ્કનીના ફર્શ પર પડી ને ટૂટી ગયો.
એનો અવાજ થયો ને હું ઝબકી ને તંદ્રા માં થી બહાર આવી
ફર્શ પર તૂટેલો કપ જોઈને મને ખ્યાલ આવ્યો કે હું કયાંક ખોવાય ગઈ હતી મેં ફરી એક વાર એ તરફ નજર કરી જયાં તે યુવકને જોયો હતો પણ ત્યા કોઈ ન હતું.
પછી તો મેં આમતેમ ધાણા ફાંફા માર્યા પણ મને કયાંય કોઈ ન મળ્યુ.
આજે પણ હું એ સોહામણી આંખો ને શોધું છું કે ફરી કયાંક એકવાર જોવા મળી જાય...
bhavna (શબ્દ ભાવના)