Gujarati Quote in Poem by Manisha Pradhan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" ટપાલ"
-----------------
ધીરજ તો રહેતી
એ ટપાલના જમાનામાં.
આતુરતા,અધીરાઈ,
પ્રતીક્ષા'ને વળી,
કાગડોળે
જોવાતી રાહ.
'ને સાયકલની ટીન - ટીન
એ તો જાણે
કર્ણપ્રિય સંગીત.
ધીરજ તો રહેતી
એ ટપાલના જમાનામાં.
"પ્રિય" નો કાગળ
હાથમાં આવતાં,
હૈયું હરખાતુ,નયન શરમાતાં'ને એકાંતમાં એ
કાગળના એકેએક શબ્દો પર ચુંબન વરસતાં.
કેટલીય વખત
વંચાતો એ કાગળ.
ને વર્ષો વરસ સચવાતો કાગળ.
- મનીષા પ્રધાન

Gujarati Poem by Manisha Pradhan : 111464995
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now