જ્યાં સુધી ભૂલે નહીં જાતિ પછી પ્રશ્નાર્થચિહ્ન,
ત્યાં સુધી તારી ભીતર છે માનવી પ્રશ્નાર્થચિહ્ન.
"દેશનો વિકાસ થાશે"વાક્ય પાછળ દોસ્તો,
કમનસીબી દેશની કે ખુરશી પ્રશ્નાર્થચિહ્ન.
જ્યાં ફકત બે ટંકની પણ ભૂખનો ઉત્તર નથી,
રોજ લઈ આવે નવા ત્યાં જિંદગી પ્રશ્નાર્થચિહ્ન.
રામની જરૂરત નથી લવ-કુશ જન્માવો હવે,
જે જગત સામે ધરે સીતા વતી પ્રશ્નાર્થચિહ્ન.
નર્કથી પણ સાવ બદતર પૃથ્વી પર એ ઘર ગણો,
જે ઘરે મા-બાપ જીવે છે બની પ્રશ્નાર્થચિહ્ન.
કૃષ્ણ થઈ તું યુદ્ધમાં ઉતર્યો હતો ને એટલે,
રણભૂમિ છોડી શક્યો તો અવગણી પ્રશ્નાર્થચિહ્ન.
THE_VILLAGE_BOY_ગોપાલ