અલ્લડ મસ્ત
અલગારી પંખીડું
વિહરી આભે
🌹⛈️⛈️💓⛈️⛈️🌹
બેડીયો આવી
પગમાં તો પાંજરે
પુરાયી ગઈ
🌹⛈️⛈️💓⛈️⛈️🌹
લગ્ન સાથેજ
જોને જાણે સઘળી
ઈચ્છા દબાઈ
🌹⛈️⛈️💓⛈️⛈️🌹
પહેલા મેઘ
વરસે આવતી જો
પાંખો ઊડતી
🌹⛈️⛈️💓⛈️⛈️🌹
એ જ તિતલી
રસોડામાં સંતાઈ
ઉદાસ થયી
🌹⛈️⛈️💓⛈️⛈️🌹
પતિ એ સાદ
દેતા પલડવાને
શરમાઈ ગૈ
🌹⛈️⛈️💓⛈️⛈️🌹
બની અલ્લડ
ફરી આજે એ નાર
હરખાયી ગૈ
🌹⛈️⛈️💓⛈️⛈️🌹
આંખોમાં પણ
લજ્જાની ધાર એની
દેખાઈ ગઈ
🌹⛈️⛈️💓⛈️⛈️🌹
એક છોકરી
મર્યાદામાં આકાશ
પણ આંબી ગૈ
🌹⛈️⛈️💓⛈️⛈️🌹
અધૂરી ઇચ્છા
સ્વંય સ્ફૂરીત જોને
આજ પુરી થૈ
ભાવુ જાદવ
🌹⛈️⛈️💓⛈️⛈️🌹