વર્ષો પછી આજે લખવાનું મન થાઈ છે.. મોબાઈલ અને કોમ્પ્યુટરના યુગમાં જ્યાં આંગળીના ટેરવે, સુંદર અને સ્વચ્છ લખાણ લખાઈ જાય છે ત્યાં મારી જૂની સહીવાળી પેન મારો સાથ આપશે?
આ એજ પેન છે જેનાથી પ્રથમવાર મારી વાહલીનાં સંબોધન સાથે પત્ર લખવાની શરૂઆત કરી હતી..
કદાચ યાદ હોઈ તો આ એજ પેન છે જે તમે મને ભેટમાં આપી હતી. મારે માટે આજે પણ એ સૌથી કિંમતી સોગાદ છે....
જીવનના હર ચઢાવ પડાવના તમે સાક્ષી રહ્યા છો. અજનબીથી થયેલ શરૂઆત પ્રેમમાં પરિણમી, પત્ની પતિના બંધનમાં જોડાયા, માં બાપ બનવાનું અહોભાગ્ય અને દાદા દાદી તેમજ નાના નાની બનવાનું સૌભાગ્ય... શું નથી મળ્યું જીવનમાં??
મારી આ સફરમાં તમે ખભેખભા મેળવી મારી સાથે રહ્યા છો. તમારા જેવું કિંમતી મારે માટે અન્ય કોણ હોઈ શકે...
માફ કરજો કિંમતી કહી મેઁ તમારી કિંમત આકી નાખી. કિંમતી શબ્દમાં જાણે કિંમત સમાયેલી હોય !! હું તો ગર્વથી કહીશ તમે મારા માટે ભાગ્યશાળી છો જેમાં કિંમત નહીં ભાગ્ય ભાગીદાર છે..
સદાય મારી સાથે હોવા છતાં તમારી ખોટ વર્તાઈ છે..
#કિંમતી