' બાળક ની વેદના '
એક બાળક જ્યારે પરિવાર માં જન્મ છે ત્યારે કદાચ તેનાપરીવર ના દરેક લોકો ફરીથી એકવાર પોતાનું જીવન જીવે છે. એ બાળક ની સાથે , એ બાળક ના બાળપણ સાથે એ પણ પોતાનું બાળપણ જીવતા હોય છે. બાળક જેમ - જેમ મોટું થાય તેમ તેને ભણવા માં આવે ત્યાંરથી જ લગભગ એ બાળકની માથે જાણે હજારો લોકોના સપનાઓ ' સાપના ભારા ' ની જેમ બોજો બનીને બાળક ના સપનાઓ ને જમીન માં દાટતા હોય છે. મા - બાપ, પરિવાર, સમાજ દરેકની આશાઓને પૂરી કરવા બાળક ડિગ્રી, ટકાવારી અને નોકરી ની રેસ મા એવો તે ઉતરી જાઈ છે કે જાણે જીવન જીવવાનું તો ભૂલી જ જાય છે. કારણ કે કેહવાય છે કે, "ધોબી નો કૂતરો ના ઘરનો ના ઘાટ નો "
પેહલા ના સમય માં જોઈએ તો આજથી દસેક વર્ષ પેહલા સુધી એવી સ્થિતિ હતી કે ડોક્ટર નું બાળક ડોક્ટર જ બને , પોલીસ નું બાળક પોલીસ અને મોચી નું બાળક મોચી જ બને. એક બિઝનેસમેન નું બાળક બીઝનેસ જ કરે અને મજૂરી કરનાર નું બાળક મજૂરી જ કરે. આવી પરિસ્થિતિ ના કારણે આપણા દેશમાં ઘણા બધા મહાન વીજ્ઞાનીકો, રમતવીરો, સારા કલાકારો અને ચિત્રકારો, સારા ઇજનેરો બનતા અટક્યા છે.
મા - બાપ બાળક ને રસ્તો ચિંધી શકે છે, શિક્ષકો સલાહ આપી શકે , રસ્તા પર ચાલતા મળતા પરિણામો વિશે માહિતગાર કરી શકે પરંતુ તે રસ્તા પર ચાલવા વિવશ નથી કરી શકતા. કારણકે, બાળકને જન્મ મા - બાપ આપે છે પરંતુ સપનાઓ અને શમણાંઓ તો તેના પોતાના જ હોય છે.
બાળકો પર ઘણી વખત નિર્ણયો થોપી દેવતા હોય છે. તેથી તે બાળકની નિર્ણશક્તિ, વિચારશક્તિ કદાચ કદી વિકસતી જ નથી. એ બાળક ની અંદર રહેલી સુસુપ્ત શક્તિને ક્યારેય બહાર જ નથી લાવી શકાતી.
મા - બાપ હંમેશા પોતાના બાળકને દરેક મુશ્કેલીઓથી દૂર રેહવા જણાવે છે. હા મને એ વાતથી કોઈ વાંધો નથી , હું એને મા - બાપ ની ચિંતા અને બાળક પ્રત્યેનો પ્રેમ જ કહીશ. પણ જો એ પ્રેમ , એ ચિંતા બાળક ની શક્તિ ને રુંધાતી હોય તો એને શું કહી શકાય? આપણે જાણીએ છીએ કે જ્યારે એક પક્ષી ઈંડા મૂકે અને એના બચ્ચાંઓ જ્યારે એ ઈંડાઓના કોચાલાઓ તોડવાના સખત પ્રયત્નો કરી બહાર આવે ત્યારે એ પક્ષીઓના બચ્ચાંઓ સખત વેદનાઓ ને પાર કરીને બહાર આવી શકતા હોય છે. એ વાત પક્ષીઓના બચ્ચાંઓ ના મા - બાપ સારી રીતે સમજતા હોવા છતાં ક્યારેય તેની મદદ કરતા નથી અને જાતે જ તે બચ્ચાંઓને બહાર આવવા દેશે કારણકે તેને ખબર છે કે તેના બચ્ચાંઓ જો મુશ્કેલીઓનો સામનો કરશે તો જ સફળ થશે.
આથી મા - બાપે હંમેશા તેના બાળકને મુશ્કેલીઓથી બચાવવા કરતા બાળકને મુશ્કેલીઓનો સામનો કરતા શીખવવું જોઈએ. આપણા દેશ ના મહાન વ્યક્તિઓના ઉદાહરણો લઈએ તો જાણી શકાય કે એ દરેક મહાન એટલે જ છે કે તેઓએ મુશ્કેલીઓનો સામનો કર્યો અને તેને પર કરીને સફળતાના શિખરો સર કર્યા.
આથી જ , હું કહીશ
FACE YOUR PROBLEMS,
FIGHT WITH THEM,
AND FLY IN AIR,
WITH SUCCESS & JOY.
- કૃપાલી લાખણી.