વિવેકી -જેના મા વિવેક બુદ્ધિ છે તે
વિવેકબુદ્ધિ એટલે સાચા ખોટા ની પરખ, માન મર્યાદા ની સમજ, મોટા સાથે મોટા અને નાના સાથે નાના થવાની સમજ, મજાકમસ્તી મા પણ મર્યાદા જાળવવા ની સમજ.
આપણા રાજપૂત રાજાઓ અને બહારવટિયા તો બદલો લેવામાં પણ વિવેકી હતા. દુશ્મન ના સ્ત્રી સંતાન ની સલામતી માટે જીવ પણ આપી દેવામાં પાછળ નતા પડતાં.,જ્યારે આજ ની પેઢી........... શું લખું કેટલુ લખૂ??
અતિ નજીક ના મિત્રો ને મજાકમસ્તી માં માંબહેન ની ગાળો આપે પણ છે અને સાંભળી ને બેહૂદુ હંસે પણ છે.
ટિકટોક મા ભદ્દદા ડાયલોગ બોલે છે તો નિર્દોષ પ્રાણી પક્ષી ઓ ને પ્રતાડિત કરતા વીડીયો બનાવે છે.
આ બધા ને પણ શરમાવે એવી એક ઘટના ગઈકાલે બની ,પાઈનેપલ ની અંદર ઘાતક ફટાકડા ભરી એક હાથી ને ખવડાવી દીધુ અને ફટાકડા માદા હાથી ના મોઢા માં જ ફૂટ્યા, કેટલાક કલાકો રિબાઇ રિબાઇ આ માદા હાથી કે જેના ઉદર મા અેક નવો જીવ આકાર લેતો હતો મૃત્યુ પામી.
ક્યા ગઈ આપણી એ વિવેકબુદ્ધિ ???
શું લખું વધુ??
ક્યારે આવશે એ સમજ...
જો શબ્દો પણ આંસુ પાડી શકતા હોત તો કદાચ આજે બધા મોબાઈલ ભીના થઈ switch off થઈ ગયા હોત
#વિવેકી