પરોઢિયે સ્નાનાદિથી પરવારીને....
હું : માં , આને એકલી મૂકી દઈએ તો બે કલાક એકદમ આરામથી રમ્યા કરે હોં
માં : કોની દીકરીની વાત કરે છે ?
હું : અરે ના ! આ અગરબત્તી જોને, તુલસીક્યારાનાં પટાંગણમાં એની બહેનપણી હવા સાથે કેવું સુગંધમય રમે છે !
માં : તો તો પછી એનો પાક્કો ભાઈબંધ સૂર્યનો કુંવારો તડકો પણ આવતો જ હશે...
- પંકિલ દેસાઈ