ગુજરાત રાજ્યનું અમદાવાદ શહેર તેના નવરંગપુરા વિસ્તારમાં આવેલ કોમર્સ કોલેજની બાજુમાં એક ફુટપાથ ઉપર આજથી ચાલીસ વર્ષ પૂર્વે ઉભી કરેલી એક સામાન્ય પુરી શાકની લારી આજ આટલો મોટો ધમધમતો ધંધો શરુ કરી દેશે એ કોઇએ સપનામાં પણ વિચાર નહી આવ્યો હોય!
જય ભવાની પુરી શાકના નામે ધંધો શરુ કરનાર માલીક ચંદ્રાગીરી ગોસ્વામી આજથી ચાલીસ વરસ પહેલા પુરી શાકની નાની લારીથી પોતાનો ધંધો શરુ કર્યો હતો ત્યારે તેનો ભાવ માત્ર અઢી રુપીયા હતો તે આજ વધીને સાઇઠ રુપીયા થઈ ગયોછે છતાંય આજે પણ ટેબલે ખાવા માટે બેસવા કલાકો રાહ જોવી પડતી હોયછે.
એ કોલેજમાં ભણતા સ્ટુડન્ટ હોય કે એ વિસ્તારમાં રહેતા લોકો હોય કે એ વિસ્તારમાં જતા આવતા સામાન્ય માણસો હોય કે મજુર વર્ગ હોય દરેકે દરેક જણે આ જય ભવાનીની પુરી શાક તો જરુર ખાધુ હશે.
પુરીશાક, સાથે પુલાવ, છાશ, પાપડ, સાથે ચટપટુ લાલ લીલુ તાજુ કચુંબર, પણ થાળીમાં હોય.
ચંદ્રા ગીરી ગોસ્વામી એક બહુજ ઉદાર દિલના વ્યકતિ હતા!
કારણકે ક્યારેક કોઇની પાસે ખાવાના પૈસા ખિસ્સામાં ના હોય તો તેને તેઓ હોટલમાંથી ઉઠાડી મુકતા ના હતા પણ કહેતા ભાઇ ભલે આજે તારી પાસે પૈસા નથી પણ તુ કાલે આપી દેજે પણ આજ તો તું જમીને જ જજે ને કાલે પણ તુ યાદ કરીને જમવા જરુર આવી જજે ભલે તારી પાસે ફરી પણ પૈસા ના હોય પણ ભુખ્યો ના રહેતો વ્હાલા
આથી આવો ભોળો ને માયાળુ સ્વભાવને કારણે લોકોએ તેમનુ નામ ચંદ્રા દાદા પાડી દીધુ હતું
તેમની આ નાની હોટલ વર્ષમાં બારેમાસ ખુલ્લી રહેતી હતી
દિવાળી હોય, કે નવરાત્રી હોય કે કોઇ મોટો તહેવાર હોય પણ તે કયારેય બંધ રાખતા ના હતા
બસ એક શીતળા સાતમા દિવસે એક દિવસ માટે બંધ રાખતા હતા.
પણ આજ એક દુ:ખ સાથે કહેવું પડેછે કે એ જય ભવાની લારીવાળા ચંદ્રાગીરી ગોસ્વામી એટલે કે ચંદ્રા દાદા આજ આપણી વચ્ચે હયાત નથી કારણકે તેમનું આજ કુદરતી નિર્ધન થયું છે તે જાણીને તેમના નવા તથા જુના ગ્રાહકોને જરરુ દુ:ખ થશે!
પણ શું કરી શકીએ! કુદરત સામે આપણું કશુ જ ચાલી ના શકે તેને આપેલ નિર્ધારીત સમય પ્રમાણે તો દરેકે તેની પાસે અંતે તો જવું જ પડેછે..
આપણે તેમના આત્માની શાન્તિ માટે દિલથી એક નાની પ્રાર્થના કરીએ કે તેમના આત્માને પ્રભુ ચિર શાન્તિ આપે.
જય ભવાની....(પુરી શાક)
આ એક સમાચાર છે.