Whatsapp પર ભરોસો કરવો કે પછી તેના પર?
આ પ્રશ્ન લગ્ન થયેલ ઘણા વ્યક્તિને ઘણીવાર થાય છે.
આજકાલ નવી પેઢીમાં પ્રેમ કરતા પ્રોબલ્મ વધુ હોઈ છે.કોઈ અજાણા વ્યક્તિનો ફોન આવે કે મેસેજ આવે તો તરત જ પૂછે કોનો ફોન હતો?કોનો મેસેજ હતો?
હજુ હમણાં જ ત્રણ મહિના પહેલા બાવીશ વર્ષની યુવતી માહીના લગ્ન થયા,લગ્ન પછી તેનો પતિ ઘરે આવી સાંજે ફોન લઇને બેસી જાય બે ત્રણ કલાક ફોનમાં જુવે એ પછી બેડ પર સુઈ જાય.દરરોજ આજ કામ કરવાનું ઓફિસથી ઘરે આવે ફોનમાં જોયા કરે અને સૂઇ જાય,એવું નથી કે માહીને તે પ્રેમ નોહતો કરતો પ્રેમ પણ કરતો હતો,પણ તેની આ એક આદત હતી.
માહી દરરોજ સવાલ કરે કે શું તમે આ ફોનમાં આખો દિવસ જોયા કરો છો?
માહીના તો હજુ નવા નવા લગ્ન થયા હતા.તેને મન થતું હતું કે મારી સાથે તે પ્રેમથી વાતો કરે.મારી બનાવેલી રસોઈના વખાણ કરે પણ આવી કોઈ વાત કરે નહિ ફક્ત હા અને ના જવાબ આપે.આવું એક મહિના બે મહિના સુધી ચાલ્યું,માહી પણ કઈ બોલે નહિ,તે પણ રાત્રે કઈ બોલ્યા વગર સુઇ જાય.
એક દિવસ રાત્રે બે વાગે માહીનો પતિ સૂતો હતો અને કોઈનો ફોનમાં મેસેજ આવ્યો.
ગુડ નાઈટ..!!!
માહી એ ફોન પર નજર કરી અને જોયું તો કોઈ નામ ન હતું,તેણે ફોન હાથમાં લઇ અને મેસેજ ચેક કર્યા પણ તેમાં ફક્ત એક ગુડ નાઈટનો જ મેસેજ હતો.
માહીનો પતિ ઘરે આવીને ભલે ગેમ રમતો હોઈ પણ તેની માહીની સાર સંભાળ રાખતો હતો.પ્રેમ પણ કરતો હતો.તેનો ખ્યાલ પણ સારી રીતે રાખતો હતો,પણ તેની એક ટેવ સારી ન હતી કે ઘરે આવીને મોબાઈલ લઇને બેસી જવું.
માહીને શંકા થઇ કે મારો પતિ કોઈ છોકરી સાથે મોબાઈલમાં વાતો તો નહીં કરતો હોઈને અને બીજી તરફ એ પણ સવાલ હતો કે તે મને ખૂબ પ્રેમ કરે છે તે આવું ન કરે મારી સાથે.મારે તેને આવો સવાલ ન કરવો જોઈએ.મારે તેની પર શંકા પણ ન કરવી જોઈએ,એ ને મોબાઈલમાં કોઈ ગેમ કે એના મિત્રો સાથે વાત કરવાનો શોખ હોઇ તો હું શા માટે તેને રોકુ.
હવે માહી એ મન તો બનાવી લીધું હતું કે મારે કોઈ સવાલ નથી કરવો તેને,તો પણ તેના મનમાં સવાલ થઈ રહયો હતો મારે હવે Whatsapp પર ભરોસો કરવો કે પછી તેના પર?
આવું બંને ત્યારે હંમેશા બંને વચ્ચે સમાધાન જરૂર છે.
નહિ તો એકબીજા પર બંને શંકાની નજરે જોવા લાગશે,માટે એકબીજાની થોડા નજીક આવી તેમની સાથે થોડી ઘણી પ્રેમથી વાત કરી આ શંકાનું સમાધાન કરવું જોઈએ.
અને કોઈ વસ્તું તેની તમને ન ગમતી હોઇ તો તેની સાથે શાંતથી વાત કરો કે મોહિત તું ઓફિસથી આવીને દરરોજ મોબાઇલ હાથમાં લઇને બેસી છે,એ નો મને કોઈ વાંધો નહિ પણ મારી સાથે તું થોડીવાર બેસ થોડી વાતો કર એ પછી તું મોબાઈલ લઇને બેસી શકે હું પણ તને રોકી નથી રહી,પણ હું ઘરમાં રહીને કામ કરી આંખો દિવસ થાકી જાવ છું,તું ઘરે આવીને મારી જોડે થોડીવાર વાત કર મને પણ ગમશે અને તને પણ ગમશે.
જીવનમાં કોઈ પણ સમસ્યાનો ઉકેલ હોઈ છે,પણ તે નાની સમસ્યાને મોટી બનાવા કરતા તેનો ઉકેલ લાવો એ યોગ્ય નિર્ણય રહે છે.
લિ. કલ્પેશ દિયોરા