વાયરસના એક મહાન ભારતીય વૈજ્ઞાનિક ડો વી રવિનું કહેવું છે જો પાંચમું લોકડાઉન સંપૂર્ણ ખોલવામાં આવશે તો ભારત માટે એક મોટો ખતરો ઉભો થઇ જશે આજ સુધી નરેન્દ્ર મોદીએ જે દેશમાં પધ્ધતિસર લોકડાઉન કર્યા તેને લીધે દેશમાં મર્યાદિત કોરોનાના કેસો હતા પણ જો કાયમી રીતે પાંચમું લોકડાઉન કાયમ માટે ઉઠાવી લેવાશે તો ભારત માટે એક મોટો સવાલ ઉભો થશે કારણકે તેનાથી કોરોના વાયરસના કેસો ભરપુર પ્રમાણમાં વધવાની શક્યતા રહેલી છે
આજ એશિયા ખંડમાં કેસોની દ્રષ્ટીએ ભારત પહેલો નંબર છે ને દુનિયામાં નવમો નંબર ઉપર ભારત આવી ગયુ છે માટે લોકડાઉન ચાલુ જ રાખવુ તેજ ભારત માટે સારુ ને જરુરી છે
હાલ ભારતમાં ધીરે ધીરે સંપૂર્ણ પણે લોકડાઉન ઉઠી જવા પામ્યુ છે..
જેમકે દુકાનો, ધંધાઓ હવે ધીમે ધીમે ખુલવા લાગ્યા છે, એસટી બસો પણ અમુક રુટ ઉપર હવે ચાલુ થઇ ગઇ છે ને ડોમેસ્ટીક એર લાઇન્સ પણ આકાશમાં ઉડવા લાગી છે ને નજીકમાં ભારતીય રેલ્વે પણ છુક છુક કરતી ચાલુ થઈ જશે ને હવે આવતા મહિને કદાચ સ્કુલ કોલેજો પણ ખુલી જશે આ બધુ જોતાં લાગેછે કે હવે કોરોના આવા સમયમાં (આવતા મહીનાથી) તેનુ વિકરાળ રુપ ધારણ કરે તો નવાઇ નહીં!
માટે અમારે તો માનવુ એવું છે કે આ લોકડાઉન ને થોડીક છુટછાટ સાથે ચાલું રાખવામાં આવે તો એમાં જ ભારત દેશની મોટી ભલાઇ છે.
નહી તો ભારતની અડધી વસ્તી આ કોરોનામાં હોમાઇ જશે એ વાત સો ટકા નકકી જ છે.
આજે જુઓ તો ઘણા ખરા લોકો મો ઉપર માસ્ક પહેરતા નથી, ફકત ગળામાં ખાલી હાથ રૂમાલ લગાવીને ફર્યા કરે છે, સોશિયલ ડિસ્ટનનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે, લોકો ટોળે ટોળા બેસીને વાતો કરતાં નજરે પડેછે, હાથ વારંવાર કોઇ જ ધોતુ નથી સેનીટાઇઝરના નામે માત્ર પાણીનો ઉપયોગ કરતા દેખાઇ રહ્યા છે કોરોના વાયરસને લોકોએ એક મજાક બનાવી દીધોછે.કોઇ ગંભીરતાથી રહેતું નથી! હાલ લોકો દિવાળી ની જેમ એક બીજાની ઘેર કોઇ પણ જાતની તકેદારી રાખ્યા વગર આવનજાવન કરતા હોયછે!
જો આમ ને આમ ને આવું ને આવું જ ચાલ્યા કરશે તો ભારતને બીજુ અમેરિકા બનતા વાર નહી લાગે તે નકકી જ છે.
કોરોના વાયરસથી ભરપુર