બાંધ્યો છે મેં મારા હ્રદય મા એમના
પ્રેમ ની લાગણીઓ નો માળો
જેમ પંખી એક એક તણખલું ભેગુ કરી
બનાવે છે એનો આશ્રય માળો
તેમ હું એમના પ્રેમ ની એક એક લાગણીઓને
વસાવું છુ મારા હ્રદય મનમાં
અને સર્જાયો છે એમના પ્રેમ નો આશ્રય માળો
છે વિશ્વાસ ના તણખલા થી બંધાયો આ પ્રેમ માળો
ખૂબ સંભાળ રાખું છુ હું મારા આ પ્રેમ માળા ની
અને તે મારા વિશ્વાસ ની
છે પ્રેમ એમનો એટલો વિશાળ કે થાય
છે દિન પ્રતિદિન ગાઢ મારો માળો.
#માળો