ડાળી ડાખળા અને શળીઓ ભેગી કરી,
પારેવુ બનાવી રહ્યુ હતું,
મારા જ ઘરમાં મારી છત નીચે માળો...
વિચાર આવ્યો ના પાડી દઉં,
આટલી મહેનત શાને કરે,
સમય જતાં તું પણ થઈ જઇશ,
મારી જેમ એકલો અટૂલો આથી,
ના કર મારા ઘરમાં મારી છત નીચે માળો.....
આંતર મનમાં થી અવાજ આવ્યો,
આવતીકાલના પડછાયાના ડરથી,
આજના સુખ ના અજવાળા ને શાને દે જાકારો,
ભલે બનાવે તારા ઘરમાં તારી છત નીચે માળો.....
માળામાં ગોઠવાય ને પારેવું બની ગયું સંસારી,
નાના બચ્ચા ના કિલ્લોલ થી ગુંજી રહ્યો છે માળો,
પારેવાના ફફડાટ થી બચ્ચાઓના કિલ્લોલથી,
મારા જ ઘરમાં મારી છત નીચે હર્યો ભર્યો છે માળો..... સાથી બની ગયું છે પારેવું મારી એકલતાનું,
અતીત ના ઘાવ ને ભુલી ને પ્રફુલ્લિત થઇ જાય છે મારું,
મારા જ ઘરમાં મારી છત નીચે ભલે રહ્યો પારેવા નો માળો...
#માળો