અચાનક વ્હેણ માં બદલાવ આવે
નદી માં જો અમારી નાવ આવે
અમુક ચહેરા વિશે એવું બને છે
અરીસા નો કોઈ પ્રસ્તાવ આવે
કોઈ પણ પંખી જો માળો ન બાંધે
તો ક્યાંથી વ્રુક્ષ નો ઉઠાવ આવે
નથી સાંભળતો વ્રુધ્ધો ની કોઈ વાત
નહીંતર બાંકડા ને તાવ આવે
ભર્યું આકાશ આંખો માં ખીચોખીચ
અને સપના માં કાયમ વાવ આવે
ભાવેશ ભટ્ટ
#માળો