'ઇશ્વર માટે'
લાગણીની કોઇ ભાષા નથી હોતી
આંખો પણ કાફી છે બોલવા માટે
દરેકના મુખમાં શબ્દો નથી હોતા
મૌન પણ કાફી છે સમજવા માટે
દરેકની આંખ ઘણી વાચાળ હોય
પલકારો પણ કાફી છે વાર્તા માટે
નિરક્ષરને ક્યાં બારક્ષરી આવડે
ગ્રંથો અોછા પડે જાણવા માટે
પ્રેમ હોય તો પથ્થરો પણ બોલે
'માહિ'શ્રદ્ધા ફાકી છે ઇશ્વર માટે
પવાર મહેન્દ્ર
૨૮/૦૫/૨૦૨૦