જાગ્યો જ્યારથી સવારે, અવસ્થા એ નામ શૈશવ હતું.
દેખી પ્રથમ મુરત માં થકી જેની, નામ એનું કેશવ હતું..
બા કહે શીખજે એમનાથી, કથા સાંભળી કે નટખટ બહુ હતો.
બા ની આજ્ઞા માથે ચડાવી, નાની મોટી ખટપટ હું રોજ કરતો..
કૃષ્ણે ચોર્યા કપડાં હતા, આપડે ચોરી માસ્તર ની થેલી..
ગોવાળ જેમ ધણ હાંકે, હાંકી મુને ઘેર સુધી ગુરુ ગયા મેલી..
બાએ પૂછતા કથા કરી, કાલીઘેલી જુબાને વ્યથા કરી..
સાહેબ કે લખો માફી અરજી, મે કીધુ માફી શાની, આતો કૃષ્ણ મરજી..
વાંચ્યું કૃષ્ણે ગુરૂપત્ની ને દોણી માં આપેલ દૂધ અથવા છાશ..
ઘરનું દૂધ બરણી ભરી બંદા પહોંચી ગયા ગુરુ આવાસ..
કોપિત ગુરુજી વઢે,કોણ શીખવે આ ઉમરે તને આપવી લાંચ
મે કીધુ લાંચ શેની, કૃષ્ણ માર્ગે છું, હો અજાણ તો કથા વાંચ..
ગુના બચપણના યાદ છે, કૃષ્ણ એટલે જ તારાથી ફરિયાદ છે!
ભલે થયો દોષી, પણ જીવન આ કૃષ્ણ તુજ થકી આબાદ છે!
નોંધ - મારો પેહલોજ પ્રયાસ છે, સોનેટ જેવા કાવ્ય પ્રકાર પર હાથ અજમાવવા નો!! પ્રયોગ કરતી રહેવાની ઈચ્છા ને લીધે આ કૃત્ય કરવા મજબૂર છું😊😊 આ શેકસપિયર શૈલી મા લખવાની કોશિશ છે, કોઈ ઉણપ રહી હોય તો દિલ થી ક્ષમા યાચું છું..ભૂલ હોય તો પ્રતિભાવ માં ધ્યાન દોરવા નમ્ર અરજ છે, આપ સૌના સલાહ, સૂચન, મંતવ્યો નો દિલ થી આવકાર છે, ઇંતેજાર છે, આપનો આભારી સહ ઋણી,
એક પ્રયોગી..ના જય શ્રીકૃષ્ણ 🙏🙏
અસ્તુ..!!