આ જીંદગી મા આવી છું., તો
એ ને માણવા માગું છું.
જીંદગી ના રંગબેરંગી દુનિયામાં, ખોવા માગું છું.
આમ તો હું છું.અેક છોકરીજ, છતા પણ રાતે ખુલે આમ અેકલી ફરવા માગું છું,
મારા જીવનની હર અેક પળ ,ને અલગ બનાવા માગું છુ
હર અેક પળ ને મોજ થી માણવા માગું છું.
લોકો શું કહશે અેના વિચારો નહી પણ,
મારા દિલ ની આવાજ બની ઉડવા માગું છું..હું અેક છોકરી છું તો,પણ ખુલે આમ અેકલી ફરવા માગું છું.
હું કોઈ થી ડરીને નહી, પણ નિડર બની જીવવા માગું છું.
પોતાના સપના બિજાના વિશ્વાસે નહી,પણ પોતાના દમ પર પુરા કરવા માંગુ છુ, હું સ્વનિભૅર બનવા માગું છું.
ઘરના ખુણા મા નહી, પણ ખુલા આસમાને પહોચવા માગું છું,
હું મારી બધી જ નિરાશા ને,આશા મા બદલવા માગું છું.
દુનિયા ના હર અેક તોફાનો થી લડી ને, મારા સપના ને સાકાર કરવા માગું છું.હૂં અેક છોકરી છું તો પણ ખુલે આમ અેકલી ફરવા માગું છું. ....
jumani bhagvati