મળ્યા તમને તો મેળા જેવું લાગ્યુ,
વેદનાની વચ્ચે માળા જેવું લાગ્યું.....
જોયા તમને તો અમારાં જેવું લાગ્યું,
આસુંની વચ્ચે નજારા જેવું લાગ્યું....
સાંભળ્યા તમને તો ગીત જેવું લાગ્યું,
ઘોંઘાટની વચ્ચે સંગીત જેવું લાગ્યું...
સુંઘ્યા તમને તો સોહમ જેવું લાગ્યું,
દુર્ગંધની વચ્ચે ફોરમ જેવું લાગ્યું...
સ્પર્શયા તમને તો કમળ જેવું લાગ્યું,
સ્થિરતાની વચ્ચે વમળ જેવું લાગ્યું...
મળ્યા તમને તો મેળા જેવું લાગ્યુ,
વેદનાની વચ્ચે માળા જેવું લાગ્યું.....
રાજેશ્વરી