બધું જ યાદ છે બસ,ચેહરાઓ ખોવાઈ ગયા.
મારી કલ્પના ના વાદળા ફરી જોને ભીના થઇ ગયા.
કે તેની કમરબંધ ના પર્ણ કાળા ફરી જોને લીલા થઈ ગયા.
બધુ યાદ છે બસ.....
મુસાફરી માં મળેલા અનજાન આજે કવિતા થઈ ગયા.
કે એના પાલવ ની ઝાલરી ના ધુધરા રણકતા થઈ ગયા.
બધુ યાદ છે બસ.....
એની સાથે બહેસ કરતા જ અમે એકલા પડી ગયા.
કે પ્રાર્થના મંદિર ના પગથીયે જ જેના પારખાં થઈ ગયા.
બધુ યાદ છે બસ.....
મદદનીશ જે હતા તે આજે ઓળખાણ માં થઇ ગયા.
કે.."જેને છોડી આવ્યા તા અમે અંતરના ખુણે"
'એના સંભારણા આજે' ફરી ઝળહળતા થઈ ગયા.
બધુ યાદ છે બસ...
છાયા.