💐 નઇ ગમે મને💐
ગોળ ગોળ ફેરવતી વાતો નઇ ગમે મને
આ ઉલ્લૂં બનાવાની રીતો નઇ ગમે મને
વાર કરવો હોય તો સામી છાતી કરજે
પાછળથી તીર ચલાવવો નઇ ગમે મને
મસાલો ઉમેરી ઉમેરી મારી વાતો કરજે
મશાલ લઇ ચૂગલી કરવી નઇ ગમે મને
આશા છોડી દેજો,હું કહું તેમજ કરશે
મારો રસ્તો કોઈ નક્કી કરે,નઇ ગમે મને
લાગણીનો ભૂખ્યો છું,વાત કાને ધરજે
'માહિ'પ્રેમ ભીખ માગવી નઇ ગમે મને
-પવાર મહેન્દ્ર 🖋
૨૭/૦૫/૨૦૨૦