સ્વાર્થ હોતે અમીર ના હોતે?
સાવ ખોટા શરીર ના હોતે?
શમણું જો એનું પૂરું હોતે તો,
આમ કંઈ ફકીર ના હોતે!
કેવું સારું મજાનું હોતે જો,
હાથમાં કો લકીર ના હોતે?
બાળકોને થયાં કરે સારું હોત,
આપણે જો સગીર ના હોતે!
ઝેર જો એમનેમ આપી દેત,
જાત પી જો આ ખીર ના હોતે.
લાગણી કે ના વેદના હોતે,
આંખમાં કોઈ નીર ના હોતે!
બેય આપીને ખોટું કર્યું છે તેં,
દિલ ના હોતે કાં તીર ના હોતે.
શ્વાસ ના હોત, અક્ષ ના હોતે,
પાસમાં આ સમીર ના હોતે.