શુ સુંદર મુખડું તમારું છે ,
જે મનને મારા ખૂબ ભાવે છે.
આ નિર્દોષ ચહેરો તમારો છે ,
જે યાદ કોઈની મને અપાવે છે.
જે મુખ પર હાસ્ય ઉપજાવે અપાર,
સપન્દનો સ્મિતના ઉરમાં જગાવે છે.
હાસ્યરૂપથી પરખાય તસ્વીર તમારી,
દિલના દર્દ જોને કેવા છુપાવે છે!
માસુમ ચહેરો તમારો પ્રસન્ન મને રાખે છે ,
સઘળા દુઃખ જીવનના મારા ભુલાવે છે.