ભરી લે તું શ્વાસમાં વફાનો દરિયો,
પછી આ સ્નેહની સરિતા મળે ન મળે.
પ્રિયજનને ધરાઈને જોઈ લો આજે,
ફરી આ હસતો ચહેરો, મીઠી નજર
મળે ન મળે.
તારા વફાના શ્વાસ હૃદયમાં ભરી લઉ હું ,
અરે! તારો સાથ પછી ઉમ્ર
ભર મળે ન મળે.
રડી લો આજે પ્રિયતમને વીંટળાઈ અહીં પછી ,
તને મારી ખબર મળે ન મળે .
સમર્પણના સાંનિધ્યનું આલિંગન ભરી લો ,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ન મળે .
ઝંખના