બળબળતા તાપ માં આપે છે તું ઠંડક કાચી લાગે તું ખાટી તો પાકી લાગે મીઠી પણ ગુણ તારા બન્ને માં કોના કરવા વખાણ...
જીવન ની ગાથામાં ધીરજ ની પરિભાષા સમજાવતી તું કે... વર્ષો વીતે છે, તડકા છાયા ની તપશ્ચર્યા પછી ફળોનો રાજા બનીને આમ્ર નામ સાથે આગમન કરે છે આ ધગધગતા તાપમાં....