*માફક*
મારી મહોબતમાં કદાચ કચાશ હશે,
તારું દિલ મારાથી એટલે ઉદાસ હશે.
ભલે હોય ખફા ને દૂર તું મારાથી ,
પણ ,તારા દિલમાં મારી લાગણીઓનો નિવાસ હશે.
થતો હશે મુંજારો તને પણ, મારા જેટલો જ,
તને તનહાઈઓનો થતો અહેસાસ હશે.
ભલે, ટાળતી તું મારી હાજરીને તારી નજરોથી,
શક્ય છે તનેય મારી ઝલકની તલાશ હશે.
દેખાડતી તું ભલે મહેફિલમાં હર્ષોલ્લાસ ,
પણ છુપાવતી તું આંખોની ભીનાશ હશે.
કરતી હોઇશ તુંય ગઝલ અને શાયરી મારી *માફક* ,
જખ્મોને તું પહેરાવતી શબ્દનો લિબાસ હશે.
ઝંખના