કારણ અકારણ, કશું તો થાય છે
તારણ ને મળતુ, કશું તો થાય છે
ભારણ ને ભેગું કર્યું , હાથે કરી,
ધારણમાં ઢળતું ,કશું તો થાય છે
કારણ વગર ચિંતા છે,ચિંતન નહી
દિલને તો છળતું , કશું તો થાય છે.
છે હોશ ક્યાં દિલ દિવાની હાલ માં
બેહોશી માં કળતું , કશું તો થાય છે.
આનંદ ને પામવો ક્યાં , અઘરુ છે,
મનના લયે ટળતું , કશું તો થાય છે.