#પોતે આજે મે "પોતાને" જોઈ છે
અરીસા માં નહીં "મારામાં" જોય છે,
હ્રદય માંથી નીકળતા આ ભાવ માં જોય છે
પરિવાર ના પ્રેમ, સ્નેહ ને લાગણી માં જોય છે
દેખી મને બાળકો ના ચહેરા પર આવતુ
એ નિર્દોષ સ્મિત માં પોતાને જોય છે
વડીલોના મુજ પરના ગર્વ અને વિશ્વાસ માં જોય છે
"માં" એ આપેલી સમજદારી ને નિર્દોસ્તા ના
સંસ્કાર મા પોતાને જોય છે,
પરમેશ્વર ની ભક્તિ માં પોતાને જોય છે
ગુરૂ વર્ય "સાહેબ જી" ના આશિર્વાદ અને
પ્રસન્નતા માં પોતાને જોય છે
સંતો ની એ પ્રાર્થનામાં પોતાને જોય છે
લોકો ના અને લોકો સાથે થતા મારા
વર્તન માં પોતાને જોય છે
કઈક મેળવવા ની આશા, ઈચ્છા ઉત્સુક્તા
સાહસ, મહેનત ને ભય માં પોતાને જોય છે
અપમાન, તિરસ્કાર, ધૃણા ને ક્રોધ ને
સહન કરવાની ક્ષમતા માં પોતાને જોય છે
મેં મને પોતાને સફળતા અને નિસ્ફળતા માં જોય છે
મેં મારા "પોતાનાઓ" માં મને "પોતાને" જોય છે.
આજે મેં "પોતાને" આ દરેક શબ્દ માં જોય છે.
હું પોતાને "જાણું" છું ને જીવન ને "માણુ" છુ.