"પોતે " શબ્દ પર પ્રતિયોગિતા નિહાળી સ્વયંને ઢંઢોળવાનું મન થયું. પ્રાથમિક શાળામાં પોતાના પર નિબંધ લખવાનું કહેતા તો બેધડક લખી નાખતા.... ના કોઈ બંધન હતું, ના કોઈ ચિંતા. પણ આજે આ નિબંધ ઘણો અઘરો લાગે છે. જીવનની વાસ્તવિકતાને શબ્દોમાં કંડારવાની નૈતિક હિંમત નથી. ઘણાં પ્રકરણ લખાઈ ગયા છે જીવન ઇતિહાસના. પ્રેરણાત્મક, દુઃખદાયી, બોધપાઠ આપનારા, ખુશી પ્રદાન કરનારા. જીવન ગણિતના ઉકેલાયેલ સમીકરણ અને હજીય ઉકેલવાના બાકી અને આ થકી જીવનની વાસ્તવિક પહેચાન... અને તેથીજ કદાચ કોઈને ઠેસ પહોંચે તો એવા ડર ગણો કે શંસયને કારણે મૌન રહેવું ઉત્તમ લાગે છે....
મારા પોતાનાને મારાથી વિશેષ કોણ ઓળખી શકે?? !!
#પોતે