વિરહ ક્ષણ
અતિ અકળાયછે
મન બાવરુ
🌹🌹🌹🌹🌹
જોગણ તારી
ભટકે દિવસ રાત
અલખ જાગી
🌹🌹🌹🌹🌹
લોકડાઉન
મંદિરે ન અવાયુ
ભક્ત હું તારી
🌹🌹🌹🌹🌹
તુજ મુખને
જોવાની એક આશ
અરજ મારી
🌹🌹🌹🌹🌹
મળે ક્યારે?
ભોળાની દીવાની ને
દર્શન પિયાસી
🌹🌹🌹🌹🌹
ભાવુ વિનંતી
કરે જો દિનરાત
મન મંદિરે
🌹🌹🌹🌹🌹
ભોળા હવેતો
અરજ સાંભળને
દિલની મ્હારી