દેશ વિદેશમાં ઘણા જયોતિષ એવા પણ હોયછે કે જે તેમને કરેલી દરેક ભવિષ્ય વાણી મહદ્દઅંશે લગભગ સાચી પડતી હોયછે.
જયારે ઘણાખરાની તો સો એ સો ટકા ખોટી પણ પડતી હોયછે
અમેરિકામાં રહેતા નામે પીવીઆર નરસિહારાવ જે એક ભારતીય છે જેઓ વરસોથી ઉચ્ચ શિક્ષણ ને ડિગ્રી પ્રાપ્ત કરીને ત્યા જ વસવાટ કરેછે
તેમને આજકાલ એક એવી આગાહી કરી છે.. કે
અમેરિકામાં નજીકના વરસોમાં એક મોટી ચહલ પહલ થવાની છે, અમેરિકાના પ્રેસીડન્ટ ટ્રમ્પ તેમની બીજીવારની ચુંટણીમાં જીતશે નહી, ચીન દેશના અનેક ટુકડા થઈને અનેક નાના દેશોમાં વહેચાઇ જશે જેમ સોવિયેટ સંઘ રશિયાના થયા તેમ, અમેરિકા દેશ પણ એક મહાસત્તા મટીને એક સામાન્ય દેશમાં ફેરવાઇ જશે જેમ હાલ ઇંગ્લેન્ડછે,
ને ભારત દેશ આવનારા વરસો પછી દુનિયાની એક મોટી મહાસતામાં ફેરવાઇ જશે, નરેન્દ્ર મોદીજી પણ સતત બીજીવારની ચુંટણીમાં ત્રણ ગુણા વોટ સાથે ફરીથી વડાપ્રધાન બનશે પણ તે તેઓ વડાપ્રધાન તરીકેનો પુરો સમય કાઢી નહી શકે ને અધવચ્ચે પોતાનું પદ બીજાને આપીને પોતે રિટાયરમેન્ટ લેશે..!
ચાલો આ લોકોની આગાહીનું સાચુ ખોટુ તો આવનારો સમય જ કહેશે
હાલ આપણે માથુ નમાવીને બસ હા જી ના જી જ કરવાનું છે.