21 મે મારી નવલકથાનો પહેલો ભાગ પબ્લીશ થઈ ગયો છે. જો તમને અણધાર્યા વળાંક વાળી વાર્તા ગમતી હોય તો આમાં તમને ભરપૂર ટવિસ્ટ દરેક ભાગની પહેલાં અને અંતમાં મળી રહે એનો પૂરો ખ્યાલ રાખી આ વાર્તા લખવાનો પ્રયાસ કર્યો છે.
શૈલેષ જોશી
સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર .
મનુષ્ય જીવન સાપ સીડી ની રમત જેવું છે અને મનુષ્ય નો સમય એ આ રમત નાં પાસા છે. સમય રૂપી પાસા નાં અંક માનવી માનવીએ અલગ હોય છે એટલે સમગ્ર જીવન દરમિયાન દરેક નાં જીવન મા સાપ અને સીડી આવતી રહે છે. અહિ સાપ એટલે દુઃખ અને સીડી એટલે સુખ એમ માનવું રહ્યુ. ઈશ્વરે આપણને સમય રૂપી પાસા આપ્યાં છે પરંતું ખાલી પાસા ફેક્વાંનો અધિકાર આપણો છે. અંક રૂપી ફળ તો આપણે ઉપરવાળા પર છોડી દેવું જોઈએ કેમકે અંક રૂપી ફ્ળ નો ખરો આધાર તો આપણાં વિચારો,કર્મો અને શ્રધ્ધા પર રહેલો છે. પરંતું એક વાત બિલકુલ સત્ય છે કે જો આપણે જીવન મા સાપ મળે કે સીડી મતલબ સુખ મળે કે દુઃખ સમય રૂપી પાસા ફેક્વાંનુ (સત્કર્મ કરવાનું ) ચાલુ રાખીશુ તો વહેલા કે મોડા 100 ના અંક સુધી (સફળતા સુધી) એટલે કે આપણી મંઝીલ સુધી આપણે જરૂર પોહચીશુ. અને સંજોગો વસાત સમય રૂપી પાસા ફેક્વાંનુ (સત્કર્મ કરવાનું) બંધ કરી દઈશું તો આપણે 100 નાં અંક સુધી મતલબ આપણી મંઝીલ સુધી ક્યારેય નહીં પોહચીએ અને દાવ (જીવન) અધૂરું રહી જશે.બસ આમ સમય,પાસા અને અંક ની રમત થકી એક પરિવાર પર થયેલ અસર અને એનાં પરિણામ ની આ વાત છે. કે જેમા બેટી બચાવો નાં અભિયાન ને સુંદર રીતે રજુ કરવાનો પ્રયાસ કર્યો છે.