કીડી પાસેથી એકતા શીખ્યો,
પતંગિયા પાસેથી મોજ શીખ્યો,
કરોળિયા પાસેથી પ્રયત્ન શીખ્યો,
ભ્રમર પાસેથી ગુંજારવ શીખ્યો,
કોયલ પાસેથી વાચા શીખ્યો,
કુકડા પાસેથી કાળજી શીખ્યો,
સુગરી પાસેથી માળો શીખ્યો,
મોર પાસેથી થનગનાટ શીખ્યો,
કુર્મ પાસેથી ધૈર્ય શીખ્યો,
શ્વાન પાસેથી વફાદારી શીખ્યો,
ગૌમાતા પાસેથી વાત્સલ્ય શીખ્યો,
ચિત્તા પાસેથી ચપળતા શીખ્યો,
ગદૅભ પાસેથી મહેનત શીખ્યો,
ઘોડા પાસે થી ચાલ શીખ્યો,
સિંહ પાસેથી પરાક્રમ શીખ્યો,
કંઈક શીખવા મળશે એવી આશામાં માણસ પાસે પહોંચ્યો, પણ..
કહેવાની જરૂર નથી....
#શીખો