પ્રેમની "કબૂલાત "જયાંથી થાય છે..
જીવનનો "સંઘર્ષ" ત્યાંથી જ શરૂ થાય છે..
જીવી રહ્યા હોય છે "અલમસ્ત" એકલા..
ને પછી રોજ અમથી "માથાકુટ" થાય છે..
એકનું "આધિપત્ય "જમાવવાની આદત..
બીજા માટે "ગૂંગણામણ" બની જાયછે..
એકની કંઇક "મનગમતી" કરવાની ઈચ્છા..
અન્ય માટે ક્યારેક "ઘાતક "પુરવાર થાય છે..
એકના સપનાંને આકાશે "આંબવા" કાજે..
અન્યના સપના ને "તિલાંજલિ" અપાય છે..
નિજ "સમય "બન્ને વચ્ચે એટલો "વ્યસ્ત" થાય છે..
ત્યારે "કદર "ભૂલીને માનવ "એકલો "ઝોલા ખાય છે..
જો રહેવું જ હોય સાથે હરહંમેશ "ખુશીઓ "સાથે
ના કરશો પ્રેમ બસ બની રહો "અંગત મિત્ર "જ આજે
ભાવુ જાદવ