__________________________
રૂદિયે રામનુ નામ લઈ
નરસિંહ બનતા "શીખવું" છે.
મનમાં માધવનુ નામ લઈ
મીરા બનતા "શીખવું" છે.
હૈયે હરિનુ નામ લઈ
પ્રહલાદ બનતા "શીખવું" છે.
દિલમાં દેવનું નામ લઈ
શ્રવણ બનતા "શીખવું" છે.
હે...નારાયણ...મહેર કરો
આ ભવસાગર તરતા "શીખવું" છે.
___________________________
#શીખો