"કરો રક્ષા સ્ત્રી અને પ્રકૃતિની"
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
ઓરડા એ આશ્ચર્યથી ઓસરીની પૂછ્યું ?
પીડા નાં પડતાં પગલાં પ્રકૃતિ પર,
કોણે રોક્યાં ? પ્રકૃતિનાં આંસુ કોણે લૂછ્યાં ?
ન અતિવૃષ્ટિ,ન અનાવૃષ્ટિ,થઈ કેમ સુંદર સૃષ્ટિ.?
આવ્યું નથી,કોઈ વાવાઝોડું કે ભૂકંપ નું ટોળું,
આવ્યું અપડેટ કરવા,કોરોના નું કારણ લઈ કોઈમોડું.
અનેક કારણ બતાવ તો,મેલાં કોઈ ને ગણાવતો,
પુરાયો પિંજરામાં ખુદ, ચોખા થયા પવન-પાણી.
પશુ પક્ષી ને નારી એ શાંતિ ની મજા માણી.
રાખે ખુદને અંકુશમાં,માનવ જીવન જીવે જાણી.
સૃષ્ટિનો આધાર સ્ત્રી, સ્ત્રી નો આધાર પ્રકૃતિ રાણી.
સ્ત્રી ને પ્રકૃતિ રહે પવિત્ર,એવા રાખો આચરણને વાણી
બાળક,નારી પશુ-પક્ષી ને ઝાડ ની ક્યારી.
હે !, માનવ,માવજત એની, એ જવાબદારી તારી.
હેવાન,રાક્ષસ,પિચાસ,બની કુદરત પર ન ભારી.
ધૂળ ચાટતો કરશે ચપટીમાં,મોકલી કોરોનાની મહામારી.
દુરાચારી,વ્યભિચારી,અત્યાચારી,ભ્રષ્ટાચારી,
સુધરી જા તું,જોઈ કુદરત,જીવન ને ખપ્પરમાં હોમનારી.
અભિમાની,આડંબરી,અઘોરી,આળસુ,
મન થી, તન થી, સાફસુથરો કરો થા તું.
જપ્પી,પપ્પી, હાય, હેલ્લો છોડ તું.
નમસ્તે, વંદન પર આવી જા તું.
ન, જા..ન, જા..એ રસ્તે ન,જા..તું,
સજા.. સજા.. ભોગવે સજા..
નિર્દોષ વિશ્વાસ રાખું.
તારી બદવૃત્તિને દે, તું..
રજા, રજા, રજા.
ભોગવી નહીં lockdown વિશ્વ આખું.
આખું વિશ્વ પરિવાર મારું
સદભાવ સદા એવો રાખ તું.
〰️〰️〰️〰️〰️〰️〰️
જાની.જયા.એચ.તળાજા. "જીયા"
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳