*લજ્જા*
મળ્યા છો તમે, એ પ્રભુનો પાડ છે,
સીધી જ રદયની અહીં શેરી છે .
આવો તમે હળવે , ના કોઈ વાડ છે,
ચુનર શિર પર મજાની સોહાય ,
કેવી દિસે સોહામણી નાજુક નાર છે.
કંકળ સોહે હાથે , પગે કાબીયુનો ભાર છે,
નાકે શોભે છે નથણી સુહાની ,
ગળામાં હિરલે જડેલો હાર છે .
ઉડે છે લટ , એની વાયરામાં લહેરાતી ,
ગુન ગુન ગીત ગાતી જાણે એ મલ્હાર છે.
હોઠે એના પ્રેમના શબ્દોનો વાર છે,
વાહ ! પાંપણે એના લજ્જાનો ભાર છે.
ઝંખના