હવે ના કર કોઈ વેદના,
તને મળી છે તારી ઝંખના.
ખોલી દે પાંપણ ના દ્વાર,
નયનોમાં સમાવી લે ઝંખના.
વરસોની હતી તારી અભિલાષા,
પ્રેમ બની આવી છે ઝંખના.
નથી આ કોઈ સ્વપ્ન તારું,
હકીકત બની આવી છે ઝંખના.
પતઝડ ના સૂકા પર્ણો ત્યજી દે,
વસંત બહાર બની આવી છે ઝંખના.
જે વિચાર આવેતે હવે લખ,
કવિતા તારી બનીને આવી છે ઝંખના.
આશુ આંસુ બની ના વહેતો હવે,
ખુશીઓની લ્હાણી લાવી છે ઝંખના.
પ્રેમનો પ્રવાહ અવિરત વ્હાવજે,
સુખની સરિતા લાવી છે ઝંખના.
તારાથી શ્યામ બનાય તો કહેજે મને,
તારી રાધા બની આવી છે ઝંખના.
ના કરીશ હવે કોઈ જ માગણી,
લાગણી બની આવી છે ઝંખના.