હું કરમાયેલું ફૂલ છું,
તું મને મહેકાવી દે .
હું સૂકી સરિતા છું ,
તારામાં સમાવી લે .
શબ્દ છું એકલો અટૂલો,
ગઝલ તું બનાવી દે .
કાળાશ છે મારામાં ,
કાજળ તું બનાવી દે .
પતઝડ સમી છે જિંદગી ,
વસંત તું બનાવી દે .
ઝણકાર વિના સુના ચરણ
પાયલ તું પહેરાવી દે .
શમણાં આંખે છે ઘણા ,
હકીકતમાં પુરા કરાવી દે .
અતૃપ્ત રહે ઝંખના કેમ?
પ્યાસ એની બુઝાવી દે.
વર્ષોથી જાગતી આંખોને ,
પ્રેમથી તું પોઢાડી દે .
નથી ગમતું અભાગનનું ખાપણ,
સ્નેહની તું ચૂંદડી ઓઢાડી દે.
હૈયે વેદનાઓ છે અપાર ,
એને તું મટાડી દે .
ઝંખના