મિલનની આરઝૂ છોડી નથી શકતી ,
શ્વાસ વફાનો જોડી નથી શકતી .
પકડી છે મેં પ્રેમના સફરની વાટ ,
રાહ એ હવે , મોડી નથી શકતી .
જન્મો જન્મ પ્રીત નિભાવવા કાજે ,
જોડ્યો તુજ સંગ નાતો તોડી નથી શકતી .
સાથે જીવવા મરવાના કોલ તને દીધા ,
"ઝંખના" સામે છે મૃત્યુ શ્વાસ છોડી નથી શકતી .
ઝંખના