...........મજદૂરની વ્યથા.......
.......................................
જેણે બનાવ્યું જાન લગાવીને શહેર,
તેના પર પડ્યો કોરોનાનો કહેર
એક એક ઈંટ મૂકી ચણી હતી ઇમારત,
પણ પોતાને બચાવવા ન કરી કોઈ કરામત
ચાલી નિકળ્યો હું શહેરને છોડી,
હવે પોતાના ગામ તરફ મીટ માંડી,
હૈયામાં હતો વેદનાનો ભાર
પણ "રાખવું" હતું શહેરનું માન,
હે....શહેર તને હશે ક્યાંક અભિમાન
પણ...હવે તો મને ગામડા પ્રત્યેજ માન
ગામડા પ્રત્યેજ માન.
#રાખવું