Gujarati Quote in Poem by Dev Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાગે છે મને ...

અંધારી રાતોમાં ચાંદની જેટલી તું શીતળ લાગે છે મને,
તું આજેય વહેલા પહોરની સોળે કળાએ ખીલેલી સવાર લાગે છે મને.

નથી પડતી જરૂર અત્તરની કેમકે તું આજેય મનમહેકાવતી સુગંધ લાગે છે મને,
હજુ પણ લાગુ છું હકીકત થી અંજાન કેમકે તું હજુયે રંગીન સ્વપ્ન જ લાગે છે મને.

દુ:ખની બહુ છે કમી જીવનમાં તું આજેય મારી ખુશીઓનો ખજાનો લાગે છે મને,
મન પ્રફૂલ્લીત થઈ જાય છે જોતા તું આજે પણ એ જ સોહામણી સાંજ લાગે છે મને.

પહોચવું છે કંઈક મારે તું એ જ મુકામ લાગે છે મને,
નથી એક પળનો સાથ કેમકે તું આજેય જનમો-જનમનો સંગાથી લાગે છે મને.

તું આજે પણ વરસોની તરસ લાગે છે મને,
ગમે તેવી હોય તું પણ હજુયે એટલી જ સરસ લાગે છે મને.

Gujarati Poem by Dev Patel : 111442116
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now