જાણે કેટ કેટલાય રંગો થી
ભર્યું આકાશ આજ પતંગો થી,
પણ મારો પતંગ" સફેદ "રંગ
દેખું નીલા આકાશમાં ચાંદ સમ,
એક બાજુ કેસરી રંગ
એક બાજુ લીલો રંગ,
વચે મારો સફેદ પતંગ
લહેરાયો આકાશ માં ત્રિરંગો પ્યારો,
જોઈ આ દ્રષ્ય હરખાઇ આંખો
મારો દેશ મારો ત્રિરંગો,
પણ આ શું? રંગો એે કરી હરિફાઈ
કોણ કાપે? સફેદ રંગ પતંગ,
શાંતિ અને દિવ્યતા નો રંગ સફેદ
કોણ જાણે એનો ભીતર થી ભેદ,
નીલા આકાશ માં સ્થિર પતંગ મારી
થયાં એની પર બંને રંગો ના પેચ ભારી,
ને તૂટ્યાં મારા પતંગ ના કાના
એે જદિવ્યતા ને એ જ શાંતિ,
જાણે આકાશ માં ક્યાંય ખોવાણી પતંગ મારી
થયું હશે શું અપહરણ, એ દિવ્યતા ને શાંતિ નું?
આવે કોઈ "ગોવિંદ "સમ સારથી
ને વહાવે "ગીતા " નો સંદેશ
ને નભ ના ખોળે વિહરતી પતંગને
થતા જોઈ મેં સ્વયં આકાશ...
પૂર્વી બારોટ.
#પતંગ