::::::::::::::::::::::::: #પતંગ ::::::::::::::::::::::::::::
જો તું બને પતંગ મ્હારી,
તો હું બનીશ દોર ત્હારી.
આકાશમાં ઊડી રહી તું,
ને ધરતી પર પડ્યો છું હું.
અહીં મળશે ઘણાં પતંગ,
રંગબેરંગી ને ભિન્ન પતંગ.
જોજે, અન્ય પેચ લડે ના,
ક્યાંક તું ખોવાઈ જતી ના.
મજબૂત છે આ દોર મુજ,
કાચો છે પણ મનથી તુજ.
અરે...!
વધુ સારા મળવાની તુજ લાલચ,
થઈ જાય ના ખરાબ તુજ હાલત.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
લી:- રુદ્ર રાજ સિંહ
તા:- ૨૦/૦૫/૨૦૨૦
સમય:- ૧૦.૪૫
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::