-------#પતંગ -----
પતંગની જેમ ઉડીએ આજે,ચાલ ગગનમાં વિહરીએ સાથે;
બોજ બધો મૂકી દે નીચે, છોડી દે તુ ઢીલ મારે કાજે.
તુ ચાંદ હું સુરજ,આવ ચગીએ આપણે બન્ને સાથે,
એકબીજાને લપેટાઈને પડીએ વનવગડામાં આજે.
એકાદ સરોવરમાં હું જઈને પડું ભીંજવવા મારી જાતને;
તુ પાછળ આવીને અંગે ચાંપી દે તારા રૂપાળા તનને.
છોડી દે લુટણિયાઓની મગજમારી, ઊડી લઈ આપણે કાજે;
ઊંચેરા આભમાં ઉડીને ચાલ મળીયે ફરી ક્ષિતિજે જઈને.
રંગબેરંગી દુનિયા સજે આપણી, આકરા આ તાપને વીંધીને:
ચિંતા છોડી આખા મલકની, ચાલ જીવી લઈએ આપણે કાજે.